Saturday, March 7, 2026

સરદાર વલ્લભભાઈ પટેલની 150મીજન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ એકતા પદ યાત્રામાં પૂર્વ મંત્રીશ બ્રિજેશ મેરજા જોડાયા

Advertisement
Advertisement
Advertisement

અખંડ ભારતના સર્જક અને દેશના નાયબ ગ્રહ પ્રધાન તરીકે 562 રજવાડાઓનું એકત્રીકરણ નું ભગીરથ કાર્ય કરનાર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અંતર્ગત સમગ્ર ભારત રાષ્ટ્રમાં એકતા પદયાત્રા ચાલી રહી છે તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ 26 નવેમ્બરે કરમસદ થી પ્રારંભેલી અને 6 ડિસેમ્બરે કેવડિયા એકતાનગર પૂર્ણાહુતિ થનાર 190 km ની સરદાર એકતા પદયાત્રા હાલ ચાલુ છે તેમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બે દિવસ આ પદયાત્રામાં પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા પણ જોડાયા હતા. આ આ યુનિટી માર્ચમાં ઠેર ઠેર સરદાર સાહેબ ના જીવન ચરિત્રને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. તેમાં આ પદ યાત્રા દરમિયાન શિનોર તાલુકામાં 562 રજવાડાઓ ની સ્મૃતિમાં સરદાર એકતા સ્મૃતિ વન નિર્માણ કરવાના ભાગરૂપે યોજાયેલ વૃક્ષારોપણ માં તેલંગણા ના આગેવાન પ્રેમંદર રેડી સાથે બ્રિજેશ મેરજા એ ભાગ લીધો હતો. મોટા ફોફળવા ગામે ગુજરાતના નામદાર રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મંત્રીઓ નરેશ પટેલ, બરંડા સહિત અનેક રાજકીય અને સહકારી અને પંચાયત ક્ષેત્રના મહાનુભાવો આ પદયાત્રામાં સામેલ થયા હતા. એકંદરે આ યુનિટી માર્ચ ખૂબ ઉત્સાહભેર પરિભ્રમણ કરી રહી છે અને લોકો પણ ઉમંગથી ઠેર ઠેર આવકારતા હોય છે. આમ, સરદાર વલ્લભભાઈ પટેલનો એકતાનો સંદેશ અને તેમના જીવન અને કવન લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW