Sunday, March 8, 2026

આપઘાત કરવા ઘરેથી નીકળી ગયેલ ૧૯ વર્ષની મહિલા ને તેનાં પરિવાર સાથે મિલન કરાવતી મોરબી અભિયમ ટીમ

Advertisement
Advertisement
Advertisement

મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે

તારીખ:-૧૩/૧૨/૨૦૨૫ ના રોજ મહિલા નાં પરિવાર દ્વારા ૧૮૧ માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય છે અમારી દિકરીને રસ્તામાં અમે પકડીને રાખી છે અમારી દિકરી કોઈનું કાઈ પણ માનતી નથી અને રસ્તામાં આમતેમ દોડાદોડી કરે છે અને મોટા – મોટા અવાજે બોલ બોલ કરે છે અને આપઘાત કરવા જાય છે માટે દિકરીની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.

જેના પગલે ફરજ પરના ૧૮૧ કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને તેમના પરિવારના સભ્યોએ સુરક્ષિત રીતે પકડી ને રાખેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવેલ તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહિલા તેમના બહેન, ભાઈ, અને માતા પિતા સહિતના પરિવાર સાથે રહે છે તેમના માતા પિતા મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે મહિલાના માતા પિતા મજુરી કામે ગયેલા હોય અને બંને બહેનો ઘરે એકલા હોય બંને બહેનો વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયેલ હોવાથી મહિલાને લાગી આવતા ઘરેથી નીકળી ગયાં હતાં વધુમાં મહિલા એ જણાવ્યું હતું કે ઘરમાં બધા જ સભ્યો મારી સાથે અયોગ્ય વર્તન કરે છે અને નાની નાની વાતે માનસિક રીતે ત્રાસ આપે છે અને અપશબ્દો બોલે છે વધુમાં જણાવ્યું કે મારી નાની બહેનને ઘરના બધી વસ્તુઓ લઈ આપે છે અને મને વસ્તુઓ લઈ આપતા નથી મને મોબાઈલ પણ વાપરવા આપતા નથી અને ઘરના બધા સભ્યો મને ગાંડી ગાંડી કહે છે માટે આવા અનેક પ્રકારના પ્રશ્ર્નો થીં કંટાળીને હું કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી આપઘાત કરવા નીકળી ગયી છું મહિલા વારંવાર એક જ શબ્દ બોલતા હોય મારે મરી જવું,મારે મરી જવું મને મરવા દો મને મરવા દો….

ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ૧૮૧ ટીમે તેમના પરિવારનું કાઉન્સેલીગ કયું પરિવાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મહિલાને છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારી હોય અને તેમની દવા પણ ચાલુ હોય છેલ્લા ત્રણ મહિનાથી મહિલા દવા પીતાં ન હોય તેથી બંને બહેનો વચ્ચે નાની વાતે ઝઘડો થયો હતો નાની બહેને ઉંચા અવાજે મહિલા સાથે વાતચીત કરતા મહિલા ને લાગી આવતા પરિવાર ની જાણ બહાર ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલ.

ત્યારબાદ મહિલાનાં ઘરે ગયેલ અને મહિલા ની હોસ્પિટલ ની ફાઈલો છેક કરેલ અને તેમના પરિવાર ને મહિલા સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ મહિલા ને સમયસર સારવાર કરાવવા તેમજ મહિલા ને સમયસર દવા આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.તેમજ સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ.

આમ મહિલા ને તેમના પરિવાર જનોને સહી સલામત તેમના ઘરે સોંપવામાં આવેલ હોય.તેમના પરિવાર જનોને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW