લે બોલો…..વાલીઓએ શાળાની માન્યતા ચકાસ્યા વગર પ્રવેશ ના લેવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીનો અનુરોધ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માધ્યમિક અભ્યાસ માટે વિવિધ સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ વર્ષોથી ઉપલબ્ધ છે. વાલીએ જયારે પણ ખાનગી શાળામાં પ્રવેશ લે ત્યારે એ માન્યતા પ્રાપ્ત છે કે નહિ તેની ચકાસણી કરી પછી જ વિદ્યાર્થીઓને એડમીશન અપાવે એવી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ મોતા દ્વારા વાલીઓને અપીલ કરાઈ છે. કેટલાક વાલીઓ દ્વારા કિષ્ના સ્કુલ મહેન્દ્રનગરની ફરિયાદ આવી છે. એ સંદર્ભે જણાવવાનું કે એ સ્કુલની હાઇસ્કુલની માન્યતા નથી માટે કોઈએ એડમીશન લેવું નહિ જેની સર્વે વાલીઓએ નોંધ લેવી. તેમ કે.એમ.મોતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબી દ્વારા જણાવાયુ છે.

પ્રશ્નો
૧)જો મહેન્દ્ર નગર આવેલી ક્રિષ્ના સ્કૂલ ની માન્યતા નથી તો જીલ્લા શિક્ષણાધિકારી એ અત્યાર સુધીમાં શું પગલાં લીધા?

૨)વાલીઓ કેવી રીતે પોતાની રીતે ચકાસણી કરશે કે સ્કૂલ ડમી છે?

૩)બધું વાલીઓ ઉપર જ ઢોળી દેવાનું હોય તો જીલ્લા શિક્ષણાધિકારી નું જિલ્લામાં શું કામ?

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW