Friday, March 20, 2026

મોરબી મહાનગરપાલિકા નો શહેરી વિસ્તાર સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો અરજદારોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરાયો

Advertisement
Advertisement
Advertisement

સરકારના લોકકલ્યાણકારી અભિગમને છેવાડા ના માનવી સુધી પહોંચાડવાના હેતુ થી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર સેવાસેતુ 2.0 કાર્યક્રમ નું આયોજન બે અલગ અલગ સ્થળ પર ૧)તાલુકા શાળા મણીમંદિર પાસે 2) વજેપર વાડી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં શહેરી જનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો અને બહોળા પ્રમાણ માં નાગરિકોની ઉપસ્થિતિ નોંધાય હતી.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, જન્મ પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી કાર્ડ ,મેડિસિન સારવાર, ઘરેલું વીજ જોડાણ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, બેસ કનેક્શન પાસ, જેવા અન્ય સરકારી યોજનાઓના ફોર્મ અરજી સ્વીકારવાની સાથે સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

કાર્યક્રમનું પારદર્શક રીતે કામગીરી થાય અને સફળ આયોજન બનાવવા માટે મહાનગરપાલિકાનાં સ્ટાફ અને વિવિધ વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. અને તમામ વિભાગના કર્મચારીઓએ સંકલનપૂર્વક કામગીરી કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW