(અહેવાલ મયંક દેવમુરારી)
પાટીદારોના વર્ચસ્વની લડાઈ વોર્ડ નંબર નવમાં કોણ મારશે બાજી?
ભાજપનો ગઢ ગણાતા મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર 9 માં ભાજપ દ્વારા એક ઉમેદવારને ટિકિટ આપી મેદાને ઉતારતા પાટીદાર આગેવાનોમાં રોસ ફાટી નીકળ્યો છે
પેલા વોર્ડ નંબર નવ ના કાર્યાલય ઉપર ભાજપના ચાર ઉમેદવારો ના ફોટા લગાવવામાં આવ્યા હતા ત્યાર પછી પાટીદારોનો આગેવાનો નો રોસ જોતા ભાજપ કાર્યાલય વોર્ડ નંબર નવમાં માત્ર ત્રણ ઉમેદવારોના જ ફોટો લગાવવામાં આવ્યા હતા તે પછીના ઘટનાક્રમ બાદ તમામ ઉમેદવારના ફોટા હટાવી દીધા હતા
વોર્ડ નં. 9 ના ભાજપના ઉમેદવાર હિરેન કરોતરા સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષનું મૂળ ઉમેદવારના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલું છે. આક્ષેપ મુજબ, પાટીદાર સમાજની દીકરી સાથે લગ્ન બાદ દંપતી વચ્ચે વિવાદ ચાલતો હોય અને છૂટાછેડા ન આપવાના મામલે પાટીદારોના રોસ જોવા મળી રહ્યો છે
મોરબી શહેરના વોર્ડ નંબર ૯ ને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે, ત્યારે આ વખતે સ્થાનિક રાજકારણમાં રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે. ઉમેદવારીની પસંદગી અને આંતરિક અસંતોષને લઈને પાટીદાર સમાજમાં નારાજગી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
ખાસ કરીને ભાજપ દ્વારા આપવામાં આવેલી ટિકિટને લઈને કેટલાક વર્ગોમાં અસંતોષ દેખાઈ રહ્યો છે. સામાજિક અને પારિવારિક મુદ્દાઓના કારણે મતદારોમાં મતભેદ ઊભા થયા હોવાના સંકેતો મળી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે પાટીદારો પોતાનો પરજો બતાવી શકશે કે પછી મૌન રહીને મતદાનમાં અસર નહીં કરે?
આગામી મતદાનમાં વોર્ડ નંબર ૯ નું પરિણામ માત્ર ઉમેદવારો માટે જ નહીં, પણ પાટીદાર સમાજના રાજકીય વલણ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે!.
વોર્ડ નંબર નવમાં ભાજપે મોરબી સિરામિક એસોસિએશન ના પૂર્વ પ્રમુખના પત્નીને પણ ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું પાટીદારો પોતાની એકતા બતાવશે કે પછી પાણીમાં બેસી જશે!




