મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદમાં એસ.ઓ.જી. ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાવડીયાળી કેનાલ નજીકથી નંબર વગરના શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા વાહનના ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં મોટર સાયકલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. GJ-12-BC-9121 હોવાનું સામે આવ્યું હતું, જે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા પોલીસે રૂ.40 હજાર કિંમતનું બાઈક કબ્જે કરી આરોપી ઉશ્માનભાઇ કાસમશા શેખ (રહે. મૂળ પ્રાગપર, તા. રાપર, કચ્છ)ને અટકાયત કરી મોરબી તાલુકા પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ પણ હત્યાના પ્રયાસ અને ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.




