“સાક્ષીનું સુવર્ણ સફળતા: નવયુગ વિદ્યાલયે સર કર્યા શિખરો” “બોર્ડ પરિણામમાં નવયુગનો દબદબો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબીમાં નવયુગ વિદ્યાલયનું ઝળહળતું પરિણામ

મોરબીની નવયુગ વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થિની સવસાણી સાક્ષીએ S.S.C. બોર્ડ પરીક્ષામાં 591 ગુણ મેળવી 99.99 PR અને 98.50% સાથે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મોરબીના S.S.C. બોર્ડના ઇતિહાસના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી ગુજરાત બોર્ડમાં પ્રથમ તેમજ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ઉપરાંત સરડવા મનએ પણ ઉત્તમ પ્રદર્શન કરતા 588 ગુણ સાથે 99.98 PR અને 98% મેળવી ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવી નવયુગ વિદ્યાલયને ગૌરવ અપાવ્યું છે.

શાળાના પરિણામમાં કુલ 35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે જ 100માંથી 100 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓમાં ગણિત વિષયમાં 16, વિજ્ઞાનમાં 9 અને સમાજશાસ્ત્રમાં 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

પરિણામની દૃષ્ટિએ બોર્ડનું કુલ પરિણામ 83.86%, મોરબી જિલ્લાનું પરિણામ 89.13% અને મોરબી કેન્દ્રનું પરિણામ 88.71% રહ્યું છે, જ્યારે નવયુગ વિદ્યાલયનું ઉત્તમ પરિણામ 97.91% નોંધાયું છે.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ આ ઝળહળતા પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW