મોરબી તાલુકા પોલીસની મોટી કાર્યવાહી: ટીંબડી પાટીયા ફાયરિંગ કેસમાં ગણતરીની કલાકોમાં આરોપીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે ઓસીસ કારખાના સામે બાલાજી હોટલ નજીક જાહેરમાં સામસામે ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જૂની અદાવતના મનદુખને લઈને બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને સ્કોર્પિયો કાર સાથે માળીયાના ખીરઈ ગામેથી ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં નુરમામદ જેડા, આસીફ સંધી અને અસરફ ઉર્ફે બચલો જેડાનો સમાવેશ થાય છે. પોલીસે પાંચ લાખની કિંમતની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર કબ્જે લીધી છે.

આ કેસમાં સાજીદ જેડા, સગીર જેડા સહિત અન્ય આરોપીઓ હજુ ફરાર છે. બીજી તરફ ક્રોસ ફરિયાદના ગુનામાં આમદભાઈ કટીયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે શાહરૂખ પઠાણ, વિરૂ રાઠોડ સહિત ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

બંને ગુનાઓમાં મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ., આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW