મોરબીના જુના સાદુળકા પાસે પાણી ભરેલા ખાડામાં ૩ના ડૂબી જવાથી મોત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી નજીક જુના સાદુળકા ગામ પાસે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડે આશરે ૩ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બપોરે ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં હાથાભાઈ પૂંજાભાઈ રાતડીયા (૨૮), જયદેવ સોડાભાઈ રાતડીયા (૧૧) અને કારૂભાઈ ગીગાભાઈ વહેરા (૩૧)નો સમાવેશ થાય છે. બનાવને પગલે લક્ષ્મીનગર, ધરમપુર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW