ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૬ના રોજ આંગણવાડિમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ અંગે માતા-પિતા, વાલીઓ અને જનસમુદાયને માહિતગાર કરવા તેમજ આંગણવાડિમાં બાળકોના નામંકનમાં વધારો થાય અને નોંધાયેલ બાળકો નિયમિત હાજર રહે તે હેતુથી દરેક આંગણવાડિમાં “બાલક પાલક સર્જન” કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી હતી.
જે અનુસંધાને આઇ.સી.ડી.એસ. મોરબી ઘટક-૨ હેઠળ લાલપર આંગણવાડિ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા ક્રિષ્નાબેન પરમાર, લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઇ, મંત્રી મેહુલભાઇ સહિત આંગણવાડિના કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓએ હાજરી આપી હતી અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા બાળકના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.




