મોરબી તાલુકાના વિવિધ પેન્શન અને સહાય યોજનાના લાભાર્થીઓ માટે 15 જૂન સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

Advertisement
Advertisement
Advertisement

નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ ઓનલાઈન સત્યાપન કરાવવાનું રહેશે

મોબાઈલ એપ દ્વારા જાતે અથવા મામલતદાર કચેરી (ગ્રામ્ય) ખાતે રૂબરૂ થઈ શકશે હયાતીની ખરાઈ; આધારકાર્ડ અને મોબાઈલ લાવવો અનિવાર્ય

સરકારશ્રીની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા મોરબી તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના તેમજ મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ રવાપર, મહેન્દ્રનગર, સકતસનાળા, લીલાપર, અમરેલી, ત્રાજપર, ભડિયાદ અને નાની વાવડી ગામના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ તમામ સંબંધિત લાભાર્થીઓએ આગામી તારીખ 15/06/2026 સુધીમાં હયાતીની ખરાઈની આ પ્રક્રિયા અચૂક પૂર્ણ કરવાની રહેશે.

ચાલુ વર્ષે લાભાર્થીઓની સરળતા માટે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ઓનલાઈન ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી કરવાની રહેશે. લાભાર્થીઓ પોતાની જાતે જ ગૂગલ પ્લે-સ્ટોરમાંથી ‘Beneficiary Satyapan Application’ ડાઉનલોડ કરીને ઘરે બેઠા જ હયાતીની ખરાઈ કરી શકશે.

જે લાભાર્થીઓ કચેરી ખાતે રૂબરૂ આવીને ખરાઈ કરાવવા ઈચ્છતા હોય, તેમણે રૂમ નં. ૫, ગ્રાઉન્ડ ફ્લોર, સેવા સદન, લાલબાગ, મામલતદાર કચેરી મોરબી (ગ્રામ્ય) ખાતે કચેરી સમય દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ ઓળખ માટે લાભાર્થીઓએ પોતાનું અસલ આધારકાર્ડ તેમજ ઓટીપી (OTP) વેરિફિકેશન મેળવવા માટે પોતાનો ચાલુ મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે.

નિયત સમયમર્યાદા એટલે કે 15 જૂન, 2026 સુધીમાં હયાતીની ખરાઈ ન કરાવનાર લાભાર્થીઓનું પેન્શન નિયમોનુસાર બંધ કરવાની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી, મોરબી તાલુકાના પેન્શન મેળવતા તમામ નાગરિકોને સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવા મામલતદારશ્રી સી.આર. નિમાવતની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW