મોરબીમાં આવતીકાલે નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં દર્દીઓ માટે આરોગ્યલક્ષી મહત્વપૂર્ણ પહેલરૂપે રાજકોટની મારવાડી યુનિવર્સિટી, સંસ્કાર ફિઝીયોકેર સેન્ટર તથા શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા. 20 જૂન, 2026ના રોજ નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં વિવિધ પ્રકારની શારીરિક, ન્યુરોલોજીકલ તેમજ બાળરોગ સંબંધિત તકલીફો ધરાવતા દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન અને તપાસ સેવા આપવામાં આવશે. કેમ્પ દરમિયાન સાયટીકા, ગાદી ખસવી, સાંધાના રોગો, ઘૂંટણનો ઘસારો, કમર, ગરદન અને ખભાના દુખાવા, ટેનિસ એલ્બો, ફ્રેક્ચર બાદની સારવાર તેમજ લીગામેન્ટની ઇજાઓ જેવી સમસ્યાઓ માટે વિશેષ સલાહ આપવામાં આવશે.

ઉપરાંત સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, હાયપરએક્ટિવિટી, બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ, પાર્કિન્સન્સ, પેરાલિસિસ તેમજ મગજ અને ચેતાતંત્ર સંબંધિત વિવિધ તકલીફો ધરાવતા દર્દીઓ માટે પણ નિષ્ણાત માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે.

કેમ્પમાં બોલવાની અને ગળવાની તકલીફો માટે પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, ઓપરેશન બાદ બોલવામાં આવતી મુશ્કેલીઓ, પક્ષઘાત બાદની બોલવાની સમસ્યાઓ તેમજ ખોરાક ગળવામાં થતી તકલીફોનો સમાવેશ થાય છે. સાથે જ ડિલિવરી પહેલાં અને પછીની કસરતો તેમજ વયજનિત શારીરિક તકલીફો માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પ તા. 20 જૂન, 2026 (શનિવાર)ના રોજ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી બીજો માળ, સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર પાછળ, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે.

કેમ્પમાં ઓર્થો અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. શાહરુખ ચૌહાણ, કાર્ડિયો-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. કુલદીપ રામાવત, પીડિયાટ્રિક ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. પુજા વોરા, ન્યુરોફિઝિયોથેરાપીસ્ટ ડૉ. પ્રીત મેહતા તથા ડૉ. કેશા અગ્રવાલ સહિતના નિષ્ણાતો હાજર રહી દર્દીઓને માર્ગદર્શન આપશે.

આયોજકો દ્વારા કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક દર્દીઓ માટે પૂર્વ રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. દર્દીઓએ પોતાના જૂના મેડિકલ રિપોર્ટ સાથે રાખી મોબાઇલ નંબર 90999 80151 અથવા 81602 82456 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW