નસીતપર ગામે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, ₹1.21 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement
Advertisement
Advertisement

ટંકારા પોલીસે નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન ₹91,700ની રોકડ, 6 મોબાઇલ ફોન અને ગંજીપત્તાના 52 પાના સહિત કુલ ₹1,21,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં ભરતભાઈ છગનભાઈ કડીવાર, કાંતીલાલ કરશનભાઈ આદ્રોજા, બલવીરભાઈ ધીરજલાલ બરાસરા, ભરતભાઈ પ્રભુભાઈ વીરસોડિયા, હિતેશભાઈ ઓધવજીભાઈ હોથી અને દિનેશભાઈ કાંતીલાલ વીઠલાપરાનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.ડી. ઝાલાના નેતૃત્વમાં ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમે ખાનગી બાતમીના આધારે કરી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW