15 હજાર તિરંગાનું નિઃશુલ્ક વિતરણ કરશે રાષ્ટ્રભક્ત અજય લોરીયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ‘સેવા એ જ સંપત્તિ’ના ફાઉન્ડર અને રાષ્ટ્રભક્ત અજય લોરીયા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 15 હજાર તિરંગાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

મોરબીવાસીઓ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિના રંગે કરી શકે તે હેતુથી આ તિરંગાનું વિતરણ યોજવામાં આવ્યું છે.

આ તિરંગા વિતરણ કાર્યક્રમ 15 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 8:00 વાગ્યે મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટ પાસે યોજાશે.

રાષ્ટ્રભક્તિની ભાવના સાથે મોરબીવાસીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગો મેળવવા અને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.

તારીખ: 15/08/2026
સમય: સવારે 8:00 વાગ્યે
સ્થળ: સુપર માર્કેટ પાસે, શનાળા રોડ, મોરબી

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW