હળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.63,200 રોકડ જપ્ત

Advertisement
Advertisement
Advertisement

હળવદના વૈજનાથ પાર્કમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.63,200 તથા ગંજીપત્તાના 52 પાનાં મળી કુલ રૂ.63,200નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં પ્રવિણ ચંદુભાઈ ઠાકર, હિતુભા સામંતસિંહ ઝાલા, અશ્વિન ગટુરભાઈ વડેચા, ભરત ગાંડુભાઈ છનીયારા, પ્રવિણ દોલુભાઈ રાઠોડ અને રસિક રેવાભાઈ ઉઘરેજાનો સમાવેશ થાય છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા ડીવાયએસપી સમીર સારડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદ PI આર.ટી. વ્યાસની સૂચનાથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW