મોરબીના રવાપર રોડ પર કરણ એપાર્ટમેન્ટ પાસે એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે રેડ કરી દેશી હાથ બનાવટની પિસ્ટલ અને 2 જીવતા કાર્ટીસ સાથે પરીમલભાઈ ગોપાલભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી રૂ.5,000ની પિસ્ટલ અને રૂ.200ના 2 જીવતા કાર્ટીસ મળી કુલ રૂ.5,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-B)એ તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.


