“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબી સીટી બી ડિવિઝન પોલીસે CEIR પોર્ટલની મદદથી આશરે રૂ. ૫.૧૦ લાખની કિંમતના ૩૧ ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ અરજદારોને પરત કર્યા.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ PI જે.ડી. સરવૈયાની દેખરેખમાં પો.કોન્સ. દેવાયતભાઈ રાઠોડે CEIR પોર્ટલ પર સતત મોનિટરિંગ અને ટેકનિકલ વર્કઆઉટ કરી મોબાઇલ શોધી કાઢ્યા. પોલીસે મોબાઇલ પરત આપી “પોલીસ પ્રજાની મિત્ર છે” સૂત્રને સાર્થક કર્યું.


