ટંકારા તાલુકાના મિતાણા બ્રિજ પાસે આર્ય સમાજ શાળાની સ્કૂલ બસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાસમયે ફરજ પર હાજર PCR-112ના પોલીસ કર્મચારીઓએ સમયસૂચકતા દાખવી બસમાં રહેલા ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાત્કાલિક કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓની કામગીરીને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ બિરદાવી છે. તેમણે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નીચેના પોલીસ કર્મચારીઓને GST સહિત રૂપિયા 2,000નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ આર્મ્ડ પોલીસ ડ્રાઇવર અને GRD કર્મચારીને પ્રશંસા પત્ર પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવશે.
કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ:
– AHC જયેન્દ્રસિંહ ઈન્દુભા, બ.નં. 1174
– UPC દશરથસિંહ ઘનશ્યામસિંહ, બ.નં. 461
– આ.સો. ડ્રાઇવર દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલગામડીયા
– GRD હિમાંશુ રાજેશભાઈ સાકરીયા, સ.નં. 1272
PCR-112ના કર્મચારીઓની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે બસમાં સવાર વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ મળી હતી. પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે પણ પ્રશંસા મળી રહી છે.


