મોરબી જિલ્લાના હળવદના પાંડાતીર્થ ગામના શક્તિભાઈ સોલંકીનું પાકા મકાનનું સ્વપ્ન થયું સાકાર

Advertisement
Advertisement
Advertisement
Advertisement

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ બની ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ

સરકારની રૂ. ૧.૭૦ લાખની આવાસ સહાય અને મનરેગા યોજનાનું રોજગાર બળ બન્યું પરિવાર માટે આર્થિક ટેકો

કાચા મકાનની મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મેળવીને હવે સુરક્ષિત છત નીચે ગૌરવભેર જીવન વિતાવી રહ્યો છે શ્રમિક પરિવાર

સૌના માટે આવાસના સ્વપ્નને સાકાર કરતી સરકારની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ (PMAY-G) છેવાડાના અને શ્રમજીવી પરિવારના જીવનમાં કેવા સકારાત્મક બદલાવ લાવી રહી છે, આવાસ યોજના થકી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામના રહેવાસી શ્રી શક્તિભાઈ અમરશીભાઈ સોલંકીનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.

શક્તિભાઈનો પરિવાર મજબૂત અને સુરક્ષિત પાકા મકાનમાં નિવાસ કરી રહ્યો છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા શક્તિભાઈ જણાવે છે કે, “આજે અમારી પાસે ખુદનું સુરક્ષિત પાકું ઘર છે, જ્યાં મારા બાળકો સ્વચ્છ અને સલામત વાતાવરણમાં અભ્યાસ કરી રહ્યા છે. આ મકાનની સાથે અમને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ શૌચાલય, વીજળી, ગેસ અને પીવાના પાણીની કનેક્શન જેવી સુવિધાઓ પણ મળી છે.”

સામાન્ય મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શક્તિભાઈની વાર્ષિક આવક મર્યાદિત હોવાથી તેમના માટે પાકું ઘર બનાવવું એક સ્વપ્ન સમાન હતું. તેઓ અગાઉ કાચા મકાનમાં રહેતા હતા, જેને કારણે ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા, કકડતી ઠંડી અને કાળઝાળ ગરમીમાં પરિવારને અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ, સરકારની કલ્યાણકારી યોજના તેમના જીવનમાં આશીર્વાદ સાબિત થઈ.

આવાસ યોજના અંતર્ગત તેમને કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની નાણાકીય સહાય તબક્કાવાર પ્રાપ્ત થઈ હતી. ઘરના બાંધકામ માટે પ્રથમ એડવાન્સ રૂ. ૩૦,૦૦૦/-, પ્લીન્થ સ્તર પહોંચતા રૂ. ૮૦,૦૦૦/-, છતના સ્તર માટે રૂ. ૫૦,૦૦૦/- અને બાંધકામ પૂર્ણ થયે અંતિમ હપ્તા પેટે રૂ. ૧૦,૦૦૦/- ની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મનરેગા યોજના અંતર્ગત ૯૦ દિવસના રોજગાર થકી રૂ. ૨૫,૨૧૦/- નું વેતન પણ પ્રાપ્ત થયું હતું, જેણે મકાન નિર્માણમાં મોટો સહયોગ પૂરો પાડ્યો હતો. ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવનમાં ખુશી, સ્થિરતા અને ગૌરવ લાવવા બદલ શક્તિભાઈએ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW