પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રમ – રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ
મોરબી: રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા-વિચારણા કરવા મોરબી કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અને શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીથી બંને મંત્રીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ દરમિયાન મોરબીથી મંત્રીઓએ જિલ્લા કક્ષાના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યાં હતાં.



