જામનગર જિલ્લાના દરેડ ગામે ખોડિયાર માતાજીના મંદિર નજીકથી આરોપી ભરત ઉર્ફે ભરતો સાજણભાઈ ભીંડાની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી જામનગર જિલ્લાના બે, પોરબંદરનો એક અને રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનનો એક મળી કુલ ચાર ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો હતો.
રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પો.ઇન્સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી પંચકોષી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. અન્ય ગુનાઓમાં પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



