રાજકોટ રેન્જ ટીમે નાના માત્રા ગામે કપાસના ખેતરમાંથી ગાંજાના ૩૯ લીલા છોડ ઝડપી પાડ્યા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

* ૧૫ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો, કિંમત રૂ. ૭.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

* ખેતરમાં કપાસના વાવેતર વચ્ચે ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપાઈ

* નાના માત્રા ગામના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના માત્રા ગામની ઉગમણી સીમમાં રાજકોટ રેન્જ ટીમે મોટી કાર્યવાહી કરી છે. આરોપીના કબજા ભોગવટાના ખેતરમાં કપાસના વાવેતર વચ્ચે ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના ૩૯ લીલા છોડ, કુલ વજન ૧૫ કિલો ૪૦૦ ગ્રામ અને કિંમત રૂ. ૭,૭૦,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી લખમણ દાનાભાઈ ગરાંભડીયાને ઝડપી પાડ્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમ તથા વિંછીયા પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કરી વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW