વાંકાનેરમાં સાયબર ઠગોનો તરખાટ! ખેડૂતનો મોબાઈલ હેક કરી ખાતામાંથી રૂ. 3.41 લાખ સાફ!

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકામાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પાંચ દ્વારકા ગામના એક ખેડૂતના મોબાઈલ ફોનને અજાણ્યા શખ્સે હેક કર્યા બાદ ફ્લાઈટ મોડ બંધ થતાં જ તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂ. 3,41,933ની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે રહેતા અને ખેતીકામ કરતા 38 વર્ષીય સલીમભાઈ સાજીભાઈ બાદીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યા વ્યક્તિએ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી નાણાં ઉપાડ્યા હતા. ખાસ કરીને મોબાઈલનો ફ્લાઈટ મોડ બંધ કરતાં જ ખાતામાંથી એક પછી એક નાણાકીય વ્યવહારો થયા હતા અને કુલ રૂ. 3,41,933.29ની રકમ ઉપડી ગઈ હતી.

આ રીતે અજાણ્યા શખ્સે મોબાઈલ હેકિંગના માધ્યમથી ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે સલીમભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા આરોપીને શોધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW