મોરબી મનપા સહિત 9 શહેર ને વિકાસ નો વેગ આપતો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો વધુ એક મહત્ત્વનો નિર્ણય
રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ આપવા અને જમીન મેળવવા માટે ઊભા થતાં આર્થિક ભારણને ઘટાડવા મહત્ત્વનો નિર્ણય; જે અંતર્ગત મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે
નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં વિવિધ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે 11 પ્રકારની સુવિધાઓ માટે જમીન ફાળવણીની જોગવાઈ; આ સુવિધાઓ શહેરના વહીવટી માળખાને મજબૂત બનાવવા, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાનું વિસ્તરણ કરવા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સુધારવા, અગ્નિશમન સેવા સુદૃઢ બનાવવા તથા સામાજિક અને સામુદાયિક સુવિધાઓ ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ
ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે







