મોરબી મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અન્વયે શ્રમદાન કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વાન કરવામાં આવેલ. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” ને “સ્વચ્છોતસ્વ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ ગાંધી ચોકથી ઉમિયા સર્કલ સુધી “એક કલાક, એક દિવસ, એક સાથે”. સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર ડેપ્યુટી કમિશ્નર મહાનગરપાલિકા સ્ટાફ, NCC Staff, વિવિધ એસોસીએશન તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, વાત્સલ્ય વિદ્યાપીઠ, ઉમા વિધ્યા સંકુલ, ક્રિષ્ના સ્કુલ, ન્યુ એર પબ્લિક સ્કુલ, તક્ષશિલા વિદ્યાલય, નિર્મળ વિદ્યાલય, શ્રીમતી જે એલ મહેતા વિદ્યાલય, તપોવન વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, વેદાંત ગ્લોબલ સ્કુલ, નીલકંઠ વિદ્યાલય, ગીતાંજલિ વિદ્યાલય, જ્ઞાનપથ વિદ્યાલય, સાર્થક વિદ્યામંદિર, અભિનવ સ્કુલ, વિનય ઇન્ટરનેશનલ સ્કુલ તથા નાગરીકો એમ અંદાજીત ૧૫૦૦ લોકો દ્વારા શ્રમદાન કરવામાં આવેલ. સદરહુ શ્રમદાનમાં ૧૨ ટ્રેક્ટર, ૩૦ હાથલારી, ૨ JCB, ૧ લોડર તથા ૨ ટીપરવાન દ્વારા અંદાજીત ૨૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.

આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાની મુખ્ય મંત્રી આવાસ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના રહેવાસીઓ દ્વારા પણ પોતપોતાની વસાહતની સ્વચ્છતા માટે સ્વયંપ્રેરિત રીતે શ્રમદાન કર્યું. તેમજ પેટલનગર સોસાયટી, મહેન્દ્રનગર, ઉમા વિલેજ સોસાયટી, માધાપર તથા વાવડીના એક અંદાજીત ૩૦૦૦ નાગરિકોએ પોતાની સોસાયટીની સફાઈ કામગીરીમાં સક્રિય સહભાગિતા દાખવી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવામાં સફળતા મળી તથા મહાત્મા ગાંધીજીના સાચી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW