૫૧ મી વખત રક્તદાન કરી માનવતા મહેકવાતા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પુર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

એકોર્ડ સિરામિક માં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નરભેરામભાઈ સરડવા તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં ૫૧ મી વખત રક્તદાન કરી માનવતા ની મહેક ફેલાવતા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પુર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાને એકોર્ડ સિરામિક અને સરડવા પરિવાર તરફથી શુભકામના પાઠવવામાં આવી હતી. આપ જીવનમાં ઉતરોત્તર સારા સામાજિક કાર્યો કરતા રહો એ જ અભ્યર્થના…
એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિક ના માલિક નરભેરામભાઈ સરડવા તેમના મોટા પુત્ર સાગરભાઈ અને તેમના પરિવાર તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિક ની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી માનવતા માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. તેમને સરડવા પરિવાર તરફથી બિરદાવવામાં આવ્યા હતા. સરડવા પરિવાર ના મણિલાલ સરડવા (પૂર્વ પ્રમુખ માળિયા તાલુકા ભાજપ), નિલેશભાઈ, હિંમતભાઈ, રાજુભાઈ, જૈમિનભાઈ એ. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી પરિવાર ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાદેવભાઈ સરડવા એ ખાસ હાજરી આપી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW