સાંસદ રાજ્યસભા કેસરીદેવસિંહજી ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વીરપર મચ્છુ ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ (કેસરભવન) ના ખાત મુર્હૂતનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગ્રામજનોની હાજરી વચ્ચે વિધિવત રીતે ખાત મુર્હૂત કરવામાં આવ્યું. ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનનાર કોમ્યુનિટી હોલથી વીરપર મચ્છુ ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો તથા માન્ય નાગરિકોએ સાંસદ પ્રત્યે આ વિકાસાત્મક ગ્રાન્ટ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કેસરભવન થી ગામના સર્વાંગી વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.





