મોરબી મનપા કમિશનર દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પુર્ણ થતા ૨૨ જાન્યુઆરીએ કતલખાના બંધ રાખવા મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે
આગામી રરમી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અયોધ્યા ધામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને
૦૨ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ
રાખવા તેમજ માંસ મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવા આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલામ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.





