Monday, March 16, 2026

મોરબીમાં કોલેજીયન દીકરીઓ માટે “The Kerala Story-2” ફિલ્મનું વિશેષ પ્રદર્શન, જાગૃતિ માટે ઉદ્યોગપતિઓ-સામાજિક આગેવાનોનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં યુવા પેઢીમાં જાગૃતિ અને સચેતનતા વધારવાના હેતુથી કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે “The Kerala Story-2” ફિલ્મનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનોના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમના સ્પોન્સર તરીકે મનોજભાઈ એરવાડિયા (પ્રમુખ, વિટ્રીફાઇલ્ડ એસોસિયેશન મોરબી), જયદીપભાઈ દેત્રોજા (ભાજપ અગ્રણી), અનિલભાઈ વરમોરા (પાટીદાર સમાજ અગ્રણી), કેતનભાઈ વિલપરા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા), પી.ડી. કાંજીયા સાહેબ (નવયુગ સ્કૂલ) તેમજ આર્યવ્રત કોલેજ – મોરબી સહભાગી બન્યા છે.

આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ આજના સમયમાં સમાજ સામે ઊભા થતા કેટલાક સંવેદનશીલ પ્રશ્નો વિશે વિચારવા પ્રેરણા આપે છે. યુવા દીકરીઓને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ, ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સજાગ રહેવાની પ્રેરણા અને પોતાની સુરક્ષા વિશે જાગૃત બનવાની સમજ મળે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે.

આવા કાર્યક્રમો દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે, સાચું-ખોટું ઓળખવાની સમજ વિકસે અને તેઓ પોતાના જીવનના નિર્ણયો વધુ સમજદારીથી લઈ શકે તે પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણનો સંદેશ સમાજ સુધી પહોંચે તે ભાવનાથી આ વિશેષ કાર્યક્રમ યોજાયો છે.

આ ફિલ્મના પ્રદર્શન માટે એક દિવસમાં કુલ 6 શો રાખવામાં આવ્યા છે. જેમાં

બપોરે 3:00 વાગ્યે

સાંજે 6:00 વાગ્યે

રાત્રે 9:00 વાગ્યે

નોંધ: આ ફિલ્મ માટે 25 વર્ષથી નાની દીકરીઓ માટે ખાસ પ્રદર્શન રાખવામાં આવ્યું હોવાથી તે મુજબ જ રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરવામાં આવી છે.

રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
📞 9512410064
📞 9687625100

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW