મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી અંતર્ગત ઉમા હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સેવાભાવી કાર્યકરો, અધિકારીઓ અને કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, મોરબીના અંગત મદદનીશ (સિનિયર કલાર્ક) તરીકે ફરજ બજાવતા દિવ્યાંશુ રામાવતનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને સેવાભાવી વૃત્તિને ધ્યાનમાં રાખી તેમને માનપત્ર અને સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
દિવ્યાંશુ રામાવતના આ સન્માનથી મોરબી-માળીયા વિસ્તારમાં રામાનંદી સાધુ સમાજનું ગૌરવ વધાર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.




