મોરબી: જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના માર્ગદર્શન અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત પો.ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીજન પોલીસ અને સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમીના આધારે જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉંમર 22), રહે. શક્તિશનાળા લાયન્સનગર, જી.ઇ.બી ઓફિસ સામે, મોરબી શહેર, ભક્તિનગર સર્કલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ વધુ કાર્યવાહી માટે જોડીયા પોલીસ સ્ટેશનને જાણ કરવાની તજવીજ કરવામાં આવી છે.




