મોરબી સિરામિક ઉદ્યોગ માટે ગેસ ભાવ ઘટાડાની માંગ ઉગ્ર બની

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી ગતિ આપવા માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એસોસિએશને તાજેતરમાં ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને મે-2026 માટે ગેસના ભાવમાં ઘટાડો કરવાની તેમજ નવી પરિસ્થિતિને અનુરૂપ ભાવ નક્કી કરવાની માંગણી કરી છે.

ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
તા. 6 એપ્રિલ 2026ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારીઓ સાથે એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મે મહિના માટે બજારભાવ પ્રમાણે ગેસ સપ્લાય કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

જૂના દર સામે ઉદ્યોગકારોની નારાજગી
તા. 7 એપ્રિલે ₹79.85 ના દર સાથે ડિમાન્ડ લિંક મોકલવામાં આવી હતી. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થતા ઉદ્યોગકારોએ આ દરને અયોગ્ય ગણાવ્યો છે.

ડિમાન્ડ લિંક હોલ્ડ પર રાખવાની રજૂઆત
એસોસિએશને પત્રમાં વિનંતી કરી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂની ડિમાન્ડ લિંક હોલ્ડ પર રાખવામાં આવે અને ઘટાડેલા ભાવ મુજબ નવી ડિમાન્ડ બહાર પાડવામાં આવે.

મંદીમાં ધકેલાયેલો ઉદ્યોગ
હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદી અને આંશિક બંધ જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એસોસિએશનના પ્રમુખો મનોજ એરવાડિયા (વિટ્રિફાઈડ ટાઈલ્સ), નરેન્દ્રભાઈ સંઘાત (વોલ ટાઈલ્સ), સંદીપ કુંડારિયા (ફ્લોર ટાઈલ્સ) અને અજય મારવણીયા (સેનેટરીવેર) દ્વારા સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે.

અનોખો વિરોધ: ઓફિસ ખાતે રામધૂન
ગેસના વધતા ભાવ સામે ઉદ્યોગકારોએ અનોખો અને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં એકત્રિત થયેલા ઉદ્યોગકારોએ ‘રામધૂન’ બોલાવી પ્રાર્થનાત્મક રીતે વિરોધ વ્યક્ત કર્યો. ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, ગેસ કંપનીના સત્તાધીશોને “સદબુદ્ધિ” મળે અને તેઓ ઉદ્યોગની પરિસ્થિતિને સમજીને યોગ્ય નિર્ણય લે તે માટે આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો.

ઉદ્યોગને રાહતની આશા
ઉદ્યોગકારોએ આશા વ્યક્ત કરી છે કે ગેસના ભાવમાં રાહત મળવાથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી જીવંત બની શકશે અને ઉત્પાદન પ્રવૃત્તિમાં તેજી આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW