મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ કારખાનામાંથી કોપર વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાઓને સફળતાપૂર્વક ડીટેક્ટ કરી પોલીસે મોટી કામગીરી કરી છે. સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને માનવીય સોર્સના આધારે કાર્યવાહી કરીને ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રૂ. 3,11,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ મુજબ, એ-પાર્ટ ગુ.ર.નં. હેઠળ બી.એન.એસ.ની વિવિધ કલમો મુજબ ગુનાઓ નોંધાયા હતા. લાંબા સમયથી આ ગુનાઓ અનસોલ્વડ હતા, જેના કારણે પોલીસ ઇન્સપેક્ટર એન.એસ. ઘેટિયાના માર્ગદર્શન હેઠળ ખાસ સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળતા મોરબી-જેતપર રોડ પર સનટોન સિરામિક કારખાનાની સામે આવેલા શ્રી કેરમાતા સ્ક્રેપ પાસે રેડ કરી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ:
એઝાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ (મોરબી)
દિપકભાઈ ઉર્ફે આયુસ મંગીલાલ દેવડા (મધ્યપ્રદેશ)
કિશનગીરી કૈલાશગીરી ગૌસ્વામી (મોરબી)
ધરમચંદ લાફલાલ ગુર્જર (રાજસ્થાન)
પકડવાના બાકી:
બીકરામ ઉર્ફે વિક્રમ ઉર્ફે કાલી કૈલાસભાઈ આંબલીયા
અન્ય સંડોવાયેલા (તપાસ ચાલુ)
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
કોપર વાયર (પ્લાસ્ટિક કવર સાથે) – 198 કિગ્રા (રૂ. 99,000)
શુદ્ધ કોપર વાયર – 123 કિગ્રા (રૂ. 1,47,600)
સ્પ્લેન્ડર બાઈક (GJ 36 D 3918) – રૂ. 15,000
ઓટોરીક્ષા (GJ 10 TZ 2321) – રૂ. 50,000
કુલ મુદ્દામાલ: રૂ. 3,11,600/-
પોલીસ ટીમની કામગીરી:
આ સફળ ઓપરેશન પોલીસ ઇન્સપેક્ટર એન.એસ. ઘેટિયા તથા પી.એસ.આઈ. સી.એસ. સોંદરવા અને સર્વેલન્સ ટીમના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.




