ટીંબડી, ધરમપુર સહિત રહેણાંક, વેપારી અને ઔદ્યોગિક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 20/05/2026 બુધવારના રોજ વીજ લાઇન મેઇન્ટનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ટીંબડી જેજીવાય ફીડરનો વીજ પુરવઠો સવારે 8:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી બંધ રહેશે.

આ ફીડર હેઠળ આવતા જુની ટીંબડી, નવી ટીંબડી, જુના ધરમપુર, નવા ધરમપુર ગામો તેમજ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્ષો અને તમામ રહેણાંક, વાણિજ્ય તથા ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

ગ્રાહકોને જરૂરી આગોતરી તકેદારી રાખવા મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

નોંધ: કામગીરી પૂર્ણ થતાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW