મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ જાહેર થયા છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે ભાજપ દ્વારા ખાનપર બેઠકના સદસ્ય વિપુલ ગરચરના નામ પર મોહર મારવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો જીતી બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી હતી. તેમ છતાં આ વખતે પ્રમુખ પદ એસટી અનામત હોવાથી કોંગ્રેસના સદસ્ય ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ બન્યા છે.
જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારો જાહેર થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.




