ઈકો ગાડી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત ઘટનાસ્થળે ચાર લોકોના મોત બે ઇજાગ્રસ્ત
માતાના મઢથી દર્શન કરી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત
મરણ જનાર ભરતકુમાર વીરજીભાઈ બામણીયા(રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ), કંચનબેન વિરજીભાઈ બાંભણિયા, જીવાંશુ મનોજ કાપડિયા (ઉં.વ. ૭) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉ.વ.૫૦) નું કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૩૫) તથા વૈદશ્રીબેન મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૧૨)ને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




