મોરબીને હરિયાળું બનાવવા ૫ લાખ વૃક્ષારોપણનો મહાઅભિયાન શરૂ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરપાલિકાનો સંકલ્પ, પ્રથમ દિવસે ૫૦૦ વૃક્ષોનું વાવેતર

મોરબી, તા. ૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે ૫ લાખ વૃક્ષારોપણના મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને મોરબીને ગ્રીન સિટી તરીકે વિકસાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ મહાઅભિયાનના પ્રથમ તબક્કામાં પંચાસર સ્થિત એસ.ટી.પી. (STP) કેમ્પસ ખાતે ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો, જાહેર બગીચાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ખાલી સરકારી જમીનો પર વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. માત્ર વૃક્ષો વાવવા પૂરતું જ નહીં પરંતુ તેનું યોગ્ય જતન, પાણીની વ્યવસ્થા અને સંરક્ષણ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું તંત્રએ જણાવ્યું છે.

આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનથી પ્રેરાઈને મોરબી મહાનગરપાલિકા દ્વારા આ વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરેક નાગરિક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું સંરક્ષણ કરે તો પર્યાવરણની સુરક્ષા સાથે આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય આપી શકીશું.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે આજની સૌથી મોટી જરૂરિયાત છે. વૃક્ષો માત્ર ઓક્સિજન પૂરું પાડતા નથી, પરંતુ પ્રદૂષણ ઘટાડવામાં, વરસાદનું સંતુલન જાળવવામાં અને તાપમાન નિયંત્રિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગકારો તથા સ્વૈચ્છિક સંગઠનોને આ અભિયાનમાં જોડાઈને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને તેના ઉછેરની જવાબદારી સ્વીકારવા અપીલ કરવામાં આવી છે.

વિશ્વ પર્યાવરણ દિવસના શુભ અવસરે શરૂ થયેલું આ મહાઅભિયાન મોરબીને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણલક્ષી શહેર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW