પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી, જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી : 26 જૂનને ‘વિદ્યુત સલામતી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે કર્મચારીઓ તેમજ સામાન્ય જનસમુદાયમાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા વધે તે હેતુથી પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા તા. 26 જૂનથી 2 જુલાઈ સુધી “Today’s Awareness, Tomorrow Prevention (આજની જાગૃતિ, આવતીકાલનું નિવારણ)” થીમ હેઠળ વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા મથકે વીજ સલામતી અંગે જાગૃતિ લાવવા બેનર, પેમ્ફલેટ તેમજ વિવિધ પ્રચાર સામગ્રી દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પીજીવીસીએલની વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ ખાતે પણ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. લાઇન પર કામગીરી કરતા ટેકનિકલ સ્ટાફ અને કોન્ટ્રાક્ટર કર્મચારીઓ માટે સલામતી અંગે વિશેષ માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત નિવારણ માટે મોકડ્રિલ, ફીડરો ઉપર સલામતી પરીક્ષણો તથા અન્ય વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે.

વીજ સલામતી સપ્તાહના સમાપન પ્રસંગે તા. 2 જુલાઈ, 2026ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી દરમિયાન સલામતી અને ઊર્જા બચત અંગેના બેનરો સાથે પેમ્ફલેટનું વિતરણ કરી સામાન્ય જનતાને વીજ સલામતી વિશે માહિતગાર કરવામાં આવશે.

સાથે સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અંગે પણ લોકોને માહિતગાર કરી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

પીજીવીસીએલ મોરબી દ્વારા આયોજિત આ સપ્તાહ દરમિયાન વીજ સલામતી અંગે જનજાગૃતિ વધે અને અકસ્માતોની સંખ્યા ઘટે તેવા પ્રયાસો કરવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW