મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટની બાબતે થયેલા ઝઘડામાં રવિભાઈ બાબુભાઈ ચોરાસા (રહે. મોરબી)ની લાકડાના ધોકાથી માર મારી હત્યા કરવામાં આવી હતી.
આ બનાવ અંગે અશોકસિંહ હનુભા ઝાલા (રહે. નસીતપર)એ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરીને હત્યાના આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. 42, રહે. કુલીનગર-1, વીસીપરા, મોરબી)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી બનાવમાં વપરાયેલ લાકડાનો ધોકો તથા એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


