મોરબી ફાયર વિભાગે એક સપ્તાહમાં 86 લોકોને ફાયર સેફ્ટી તાલીમ આપી, 7 આગના બનાવોમાં તાત્કાલિક કામગીરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન (ફાયર) શાખાએ તા. 24 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ફાયર પ્રિવેન્શન અને જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓમાં ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમો યોજ્યા હતા.

આ સમયગાળા દરમિયાન 2 હોસ્પિટલના 17 સ્ટાફ સભ્યો, 3 ઇન્ડસ્ટ્રીઝના 51 કર્મચારીઓ, 1 પેટ્રોલ પંપના 8 કર્મચારીઓ તેમજ 1 કોમર્શિયલ સંસ્થાના 10 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અને અગ્નિશામક સાધનોના યોગ્ય ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી. આમ કુલ 86 લોકોને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ફાયર વિભાગ દ્વારા પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જ્યાં જરૂરી સુવિધાઓમાં અપૂર્તતા જોવા મળી ત્યાં સંબંધિત બિલ્ડિંગોને નોટિસ આપી જરૂરી માર્ગદર્શિકા અને સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી 4 અરજીઓ રિજનલ ફાયર ઓફિસ (RFO) ખાતે આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.

આ ઉપરાંત, મોરબી શહેરમાં આ સમયગાળા દરમિયાન 1 રેસ્ક્યૂ કોલ તેમજ અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના 7 બનાવોમાં ફાયર વિભાગના જવાનોએ સંપૂર્ણ સુરક્ષા કિટ (PPE) અને આધુનિક સાધનો સાથે તાત્કાલિક ફાયર ફાઇટિંગ કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ જણાવ્યું છે કે ફાયર સેફ્ટી તાલીમ અને પ્રિવેન્શનનો મુખ્ય હેતુ લોકોને આગથી બચાવ અંગે જાગૃત કરવા, અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો તેમજ ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર કાર્યવાહી કરીને જાન-માલનું રક્ષણ કરવાનો છે.

કોઈપણ આગ અથવા અન્ય ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફોન નં. (02822) 230050, 101 અથવા 112 પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW