લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 1000 રોપાઓનું વિનામૂલ્યે વિતરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સામાજિક, શૈક્ષણિક, પર્યાવરણ અને જીવદયા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે. આ જ અનુસંધાને વિશ્વ પ્રકૃતિ દિવસ તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ લા. જગદીશભાઈ ડી. કાવરના જન્મદિવસ નિમિત્તે તેમના અનુદાનથી સામાજિક વનીકરણ રેન્જ મોરબી (ધરમપુર નર્સરી)ના સહયોગથી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે વિનામૂલ્યે 1000 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આયુર્વેદિક ગુણધર્મો ધરાવતા તેમજ શીતળ છાંયો આપતા વિવિધ પ્રકારના રોપાઓ વૃક્ષપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમી નાગરિકોને આપવામાં આવ્યા હતા. “વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને વરસાદ લાવો”ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમને લોકોએ ઉત્સાહભેર આવકાર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગિરી અને પિન્ટુગિરીના આશીર્વાદ અને પ્રેરક ઉપસ્થિતિમાં રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ લા. જગદીશભાઈ કાવર, પૂર્વ પ્રમુખો લા. અમરશીભાઈ અમૃતિયા, લા. રમેશભાઈ રૂપાલા, લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, લા. અમિતભાઈ એસ. સુરાણી, લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. નાનજીભાઈ મોરડીયા, ખજાનચી લા. મણીલાલ જે. કાવર, લા. ચંદુભાઈ કુંડારિયા, લા. મહાદેવભાઈ ઉટવાડિયા, લા. ચેતનભાઈ રાબડિયા, લા. બાલુભાઈ પાંચોટીયા, લા. રાજુભાઈ મણવર તેમજ પાસ્ટ સભ્યો મહાદેવભાઈ ચિખલિયા અને જયેશભાઈ સંઘાણી સહિતના સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થયો હોવાનું ક્લબના સેક્રેટરી લા. નાનજીભાઈ મોરડીયાએ યાદીમાં જણાવ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW