ટંકારા પોલીસે જુગાર રમતા ૧૯ ઇસમોને ઝડપી પાડ્યા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા-લતીપર રોડ પર આવેલ ધર્મજીવન જીન કારખાનાની ઓફિસમાં ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમતા કુલ ૧૯ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૧,૩૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૨૪ કિંમત રૂ.૧,૮૦,૦૦૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૧૦૪ મળી કુલ રૂ.૩,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા દ્વારા ધર્મજીવન જીન કારખાનાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓ: અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા, હેમાંગકુમાર રજનીશભાઈ ભાગીયા, વિવેકભાઈ ગણેશભાઈ નમેરા, યશભાઈ ઠાકરશીભાઈ ગજેરા, પ્રફુલભાઈ અમરશીભાઈ ભાગીયાલ, સુભાષભાઈ ધીરજલાલ ડાકા, દર્શનભાઈ મનસુખભાઈ ભાગીયા, ભાર્ગવભાઈ પ્રવિણભાઈ ભાગીયા, મીતેશભાઈ ગંગારામભાઈ નમેરા, હર્ષેદભાઈ વેલજીભાઈ નમેરા, હાર્દીકભાઈ ભરતભાઈ ભાગીયા, નીખીલભાઈ ભાવેશભાઈ નમેરા, રાજભાઈ રજનીકાંતભાઈ સંઘાણી, અભિષેકભાઈ લલીતભાઈ પીપળીયા, મેહુલભાઈ જગદીશભાઈ દુબરીયા, કશ્યપભાઈ રસીકભાઈ પટેલ, વિશાલભાઈ નાગજીભાઈ ભાગીયા, આશીષભાઈ મુળજીભાઈ ભાગીયા અને ચુનીલભાઈ ત્રિભોવનભાઈ ભાગીયા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW