સાપર પ્રાથમિક શાળામાં બાળ સુરક્ષા અને અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: શ્રી સાપર પ્રાથમિક શાળા, તા. જી. મોરબી ખાતે તા. 18/08/2026ના રોજ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે બાળ સુરક્ષા, બાળ અધિકારો અને જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને તેમના અધિકારો, બાળ તસ્કરી (Child Trafficking) તેમજ મુશ્કેલીના સમયે યોગ્ય મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે જાગૃત કરવાનો હતો. હેલ્પલાઇન ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અંગે માહિતી આપવામાં આવી હતી. 1098 સેવા 24 કલાક કાર્યરત ટોલ-ફ્રી રાષ્ટ્રીય સેવા છે, જેના પર મુશ્કેલીમાં મુકાયેલા બાળકો મફતમાં સંપર્ક કરી મદદ મેળવી શકે છે.

બાળકોને કોઈપણ અણબનાવ, ભયજનક પરિસ્થિતિ કે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે ડર્યા વગર પોતાના માતા-પિતા, શિક્ષકો અથવા 1098 હેલ્પલાઇનનો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન હેલ્પલાઇન ટીમે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. બાળકોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને ટીમ દ્વારા તેમને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળ સુરક્ષા, પોતાના અધિકારો અને મુશ્કેલીના સમયે મદદ મેળવવા અંગે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW