મોરબી: પોલીસ વિભાગમાં મોટો ફેરફાર: 10 અધિકારીઓને નવી જવાબદારી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં 10 પીઆઈ ની બદલી

મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર 10 પોલીસ અધિકારીઓની બદલી-નિમણૂક કરવામાં આવી છે. એસ.પી. કચેરીના હુકમ મુજબ અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

એસ.પી. જાડેજાને L.I.B.થી L.C.B. મોરબી, વી.એસ. સિંધવને વાંકાનેર સિટીથી માળિયા (મી.), આર.એસ. પટેલને માળિયાથી L.I.B. મોરબી અને કે.કે. દરબારને લીવ રિઝર્વથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે મુકાયા છે.

આ ઉપરાંત આર.ટી. વ્યાસને હળવદથી સાયબર ક્રાઈમ, એચ.વી. ઘેલાને મહિલા પોલીસથી ટ્રાફિક શાખા, ડી.વી. ખરાડીને ટ્રાફિકથી I.U.C.A.W., એમ.બી. મિસ્ત્રીને I.U.C.A.W.થી મહિલા પોલીસ સ્ટેશન, જે.એસ. ગામિતને A.H.T.U.થી વાંકાનેર સિટી અને પી.આર. સોલંકીને લીવ રિઝર્વથી A.H.T.U. ખાતે બદલી કરવામાં આવી છે.

તમામ અધિકારીઓને તાત્કાલિક નવી ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW