મોરબીમાં LCBની મોટી કાર્યવાહી: સુપર કેરીમાંથી 1092 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જુનાઘુંટુ રોડ પર આવેલા સીલ્વરપાર્ક વિસ્તારમાં મોરબી LCB પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મારૂતી સુપર કેરી માલવાહક ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1092 બોટલ વિદેશી દારૂ, કિંમત રૂ. 8,21,292/- તેમજ માલવાહક ગાડી સહિત કુલ રૂ. 11,21,292/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ LCB પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, GJ-36-V-5715 નંબરની મારૂતી સુપર કેરી માલવાહક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી જુનાઘુંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટી ખાતે કોઈને દારૂ પહોંચાડવાની પેરવી કરવામાં આવી રહી છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા પોલીસને જોઈ ગાડીનો ચાલક વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની 750 એમ.એલ.ની કુલ 1092 સીલબંધ દારૂની બોટલો મળી આવી હતી.

ઝડપાયેલ મુદ્દામાલ:

ઓલ સિઝન ગોલ્ડ કલેક્શન રિઝર્વ વ્હીસ્કી – 516 બોટલ, કિંમત રૂ. 3,85,452/-

રોયલ સ્ટેગ એક્સક્લુઝિવ વ્હીસ્કી – 480 બોટલ, કિંમત રૂ. 3,29,280/-

બ્લેન્ડર્સ પ્રાઇડ એક્સક્લુઝિવ પ્રીમિયમ વ્હીસ્કી – 96 બોટલ, કિંમત રૂ. 1,06,560/-

મારૂતી સુપર કેરી માલવાહક ગાડી GJ-36-V-5715 – કિંમત રૂ. 3,00,000/-

આમ, પોલીસે દારૂની બોટલો તથા વાહન મળી કુલ રૂ. 11,21,292/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારાની કલમો હેઠળ ગુનો નોંધી, નાસી ગયેલા વાહનચાલકની શોધખોળ સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW