વાંકાનેર સિટી સબ સ્ટેશનના રિએક્ટર ચોરી કેસમાં પોણા બે વર્ષથી ફરાર ત્રણ આરોપી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ધરમપુર રોડ પરથી ત્રણેયને ઝડપી વાંકાનેર સિટી પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી

મોરબી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અંકુશમાં લેવા તેમજ લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રિએક્ટર ચોરીના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ દ્વારા સરહદી રેન્જમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા, અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ સ્ટાફને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

આ દરમિયાન મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ખાનગી પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૦૪૨૩/૨૦૨૫, BNS કલમ ૩૦૩(૨) મુજબના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓ ધરમપુર રોડ ઉપર સુરાપુરા દાદા મંદિર પાસે ઉભા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

1. અરવિંદભાઈ બચુભાઈ વિરમગામીયા, ઉંમર ૩૩ વર્ષ, રહે. વીસીપરા, મદીના સોસાયટી, મોરબી.

2. વનરાજભાઈ દેવરાજભાઈ કુંઢીયા, ઉંમર ૨૦ વર્ષ, રહે. લીલાપર ચોકડી, જોગમાયા દુકાન પાછળ, તા.જી. મોરબી.

3. કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઈ વિરમગામીયા, ઉંમર ૩૫ વર્ષ, રહે. કુળદેવ પાનની બાજુમાં, મફતીયાપરા, મોરબી.

આમ, લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી મિલકત સંબંધિત ગુનાની તપાસમાં મહત્વની કડી મેળવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW