રામાનંદી સાધુ સમાજ માટે ૯ ઓક્ટોબરે ભવ્ય નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવ

Advertisement
Advertisement
Advertisement

સતત બીજા વર્ષે યોજાશે નિઃશુલ્ક રામાનંદી રાસોત્સવઃ બે કેટેગરીમાં ગરબા સ્પર્ધા, કુલ ૨૪ વિજેતાઓને અપાશે ઈનામો

રાજકોટ: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રામાનંદી સાધુ સમાજ માટે સતત બીજા વર્ષે ભવ્ય “એક દિવસીય રામાનંદી નવરાત્રી મહોત્સવ-૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લિયો લાયન્સ ગ્રાઉન્ડ, નાના મવા ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે આ મહોત્સવ યોજાશે.

મહોત્સવમાં રામાનંદી સાધુ સમાજના ભાઈઓ-બહેનો વિવિધ આકર્ષક સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવશે અને માતાજીની આરાધના કરશે. ધાર્મિક ભાવના સાથે સાંસ્કૃતિક રંગ ધરાવતા આ કાર્યક્રમમાં સમાજના સભ્યો માટે વિવિધ આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવ દરમિયાન ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫ વર્ષથી નાના ભાઈ-બહેનો તથા ૧૫ વર્ષથી મોટા ભાઈ-બહેનો એમ બે અલગ કેટેગરી રાખવામાં આવી છે.

બંને કેટેગરીમાં ગરબા સ્પર્ધા ઉપરાંત વેલ ડ્રેસ ની સ્પર્ધા પણ યોજાશે. દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતાઓને ઈનામ આપવામાં આવશે.

આ રીતે બંને કેટેગરીની ગરબા તથા બેસ્ટ ડ્રેસ સ્પર્ધાના મળીને કુલ ૨૪ વિજેતાઓને ઈનામો એનાયત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઈનામોની વણજાર કરવામાં આવશે.

આ કાર્યક્રમ માત્ર રામાનંદી સાધુ સમાજના સભ્યો માટે જ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફરજિયાત રહેશે અને પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

નિઃશુલ્ક પાસનું વિતરણ તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૧થી સાંજે ૮ વાગ્યા દરમિયાન કરવામાં આવશે.

પાસ મેળવવાનું સ્થળ:- કાર્યાલય, ૮ મનહર પ્લોટ કોર્નર,
દેવ હોસ્પિટલની બાજુમાં, ધરતી મેડિકલ સ્ટોર ઉપર,
વિધાનગર મેઈન રોડ, રાજકોટ.
આયોજકો દ્વારા રામાનંદી સાધુ સમાજના તમામ સંતો, આગેવાનો, ભાઈઓ-બહેનો તથા પરિવારજનોને આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં સહભાગી બની કાર્યક્રમની શોભા વધારવા અને તેને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આવો, રામાનંદી સમાજની એકતા, સંસ્કૃતિ અને ભક્તિના રંગે રંગાઈને નવરાત્રી મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવીએ.

વધુ માહિતી તથા પાસ માટે સંપર્ક:– મો. ૯૭૨૬૯ ૫૫૫૦૪

ખાસ નોંધ: પાસ વિના ગ્રાઉન્ડ પર પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ ગ્રાઉન્ડ ઉપર પાસનું વિતરણ કરવામાં આવશે નહીં. સમાજના સભ્યોને પાસ અગાઉથી મેળવી લેવા આયોજકો દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને યાદગાર બનાવવા માટે સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ જીગ્રેશ રામાવતના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રવિરાજભાઈ રામાવત, હિતેશભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, કેયુરભાઈ નિમાવત, મયંક રામાવત, સિદ્ધાર્થ લશ્કરી, દેવાંગ નિમાવત, કિશોરભાઈ નિમાવત, જે.ડી. નિમ્બાર્ક, અલ્પેશભાઈ અગ્રાવત, અજય, દેવમુરારી, અનિલભાઈ દેવમુરારી, ચામુંડરાઈ માધવાચાર્ય, તરુણભાઈ નિમાવત, જિજ્ઞેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ નિમાવત, જગદીશભાઈ ટીલાવત, અમિતભાઈ વૈષ્ણવ, કરણભાઈ કુબાવત, હરસુખભાઈ દેવમુરારી, જગદીશભાઈ અગ્રાવત, કવનભાઈ અગ્રાવત, ધ્રુવભાઈ રામાનુજ, રજનીભાઈ રામાવત, અશોકભાઈ ટીલાવત, રાજનભાઈ દેવમુરારી, જયસનભાઈ દેવમુરારી, પાવનભાઈ કુબાવત, રેનીશભાઈ દેવમુરારી, પ્રવીણભાઈ રામપ્રસાદી, શૈલેષભાઈ દેવમુરારી, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, માનવભાઈ નિમાવત, વિમલભાઈ કીલજી, નૈમીશ ટીલાવત, ચંદ્રકાંત લશ્કરી, અભિષેક રામાનુજ, પ્રીત નિમાવત, શ્યામ દેવમુરારી, ભાર્ગવ દેવમુરારી, હર્ષ નિમાવત, મિહિર અગ્રાવત, પ્રીતેશ કુબાવત, આર્યન સુખાનંદી તેમજ કથાકાર અશ્વિનભાઈ આચાર્ય, દેવભૂમિ દ્વારકા સહિત સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ પરિવારના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW