મોરબી LCB પેરોલ ફર્લોસ્કોડ એ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત મોરબી LCB/પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા ટંકારાના સરાયા (સાવડી) ગામના સલીમ ઉર્ફે સાલો બાબુભાઈ વિકીયાણી સંધી (ઉં.વ. ૩૮)ને વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો.
જ્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના વિશાલભાઈ ભીખુભાઈ ઓળકીયા/કોળી (ઉં.વ. ૨૫)ને વધાસીયા ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
બંને આરોપીઓને સંબંધિત વાંકાનેર તાલુકા અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. તા. ૧થી ૧૫ ઓક્ટોબર સુધી ચાલતી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW