મોરબી-માળિયા હાઈવે પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ: નંબર પ્લેટ વગરના અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ૨૦ ભારે વાહનો ડિટેઇન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસના પી.આઈ. એચ.વી. ઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી-માળિયા હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આગળ અને પાછળ નંબર પ્લેટ વગરના તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ખાસ ડ્રાઈવ દરમિયાન કુલ ૨૦ ભારે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

પોલીસની આ કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જાહેર માર્ગો પર અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW