મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો વિશેષ સર્વે હાથ ધરાશે: તા. ૪ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ચાલશે કામગીરી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

શિક્ષણથી વંચિત, ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ અધૂરું છોડનારા તથા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને મુખ્ય ધારામાં જોડવાનો ઉદ્દેશ; સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને સહભાગી થવા અપીલ

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત રહેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા માટે સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલા ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો, ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા ન હોય તેવા બાળકો (Out of School Children) તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (Children with Special Need) ની ઓળખ, નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટે આ સર્વે કરવામાં આવશે.

આગામી તા. ૦૪/૧૨/૨૦૨૬ થી તા. ૧૦/૧૨/૨૦૨૬ સુધી શાળા કક્ષાએ આ સર્વે હાથ ધરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે સરકારના વિવિધ વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને જાહેર જનતાને સક્રિય સહયોગ આપવા સમગ્ર શિક્ષા દ્વારા અનુરોધ કરાયો છે.

જો કોઈ નાગરિક કે સંસ્થાના ધ્યાને આવા શાળા બહારના બાળકો આવે, તો નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી (BRC) ભવન ખાતે તુરંત જાણ કરવા જિલ્લા સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW